બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે લોકો પશુપાલન ક્ષેત્રે જોડાયેલા છે જેના કારણે દરેક ખેડૂતની પાસે હાલમાં સરેરાશ ૧૫થી પણ વધુ પશુઓ જોવા મળી રહ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી લંપી વાયરસ એ પગ પેસારો કર્યો છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં 10 થી 15 પશુઓમાં લંપી વાયરસના કેસ જોવા મળ્યા હતા પરંતુ જોતજોતામાં બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પશુ ભેગા થતા અનેક પશુઓમાં લંપી વાયરસ ના લક્ષણો જોવા મળ્યા હતા. સતત બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા લંપી વાયરસના કેસને લઈ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું હતું અને પશુઓમાં વધુ લમ્પી વાયરસ ના ફેલાય તે માટે 16 ટીમો બનાવી અલગ અલગ તાલુકાઓમાં પશુઓની સારવાર આપવાની શરૂઆત કરી હતી તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં હાલ લંબી વાયરસ તેનો અસલી કહેર બતાવી રહ્યું છે અને રોજે રોજ અસંખ્ય પશુઓ લંપી વાયરસના ભરડામાં આવી રહ્યા છે.જે અંતર્ગત આજે ડીસા તાલુકાના થેરવાડા દૂધ મંડળીમાં ફરજ બજાવતા એ આઇ કર્મચારી મહેશભાઈ અને દલપતભાઈ દ્વારા લંપી વાયરસ જેવા ભયંકર રોગ સામે પશુઓને રક્ષણ મળે તે માટે રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં ડોક્ટરો દ્વારા લગભગ 300 જેટલી દેસી અને શંકર ગાયોને રસી આપી હતી.આ સમગ્ર રસીકરણ અભિયાન બનાસ ડેરી ના ડોકટર પી બી પટેલ તથા થેરવાડા દૂધ મંડળ ના મંત્રી અને ચેરમેન સગવડ ઊભી કરવામાં આવી હતી.જેમાં આવનાર સમયમાં 5000 હજાર જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવશે.