બનાસકાંઠા ના વાવ તાલુકા માં વિધાર્થીઓ ને બસ ના અનિયમિત રૂટ ને લઈને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે છે જે સદ્ર્ભે વાવ તાલુકા આમ આદમી પાર્ટી તેમજ શાળા ના વિદ્યાર્થી ઓ સહીત વાવ તાલુકા મામલદાર કચેરી ધસી આવી આવેદન પાઠવ્યું હતું જેમાં બાળકો ના જણાવ્યા અનુસાર વાવ કાણોઠી બસ નો સમય ૮:૪૫ હોવાના લીધે બાળકો ને શાળા પહોચવા અનુકુળ સમય નથી,જે સમય ૧૦ વાગ્યા ની આજુબાજુ કરવા તેમજ ભાટવર થી વાવ અભ્યાસ બાબતે આવતા વિદ્યાર્થી ઓ ને જગ્યા બીજી બસો માં જગ્યા ના મળતી હોવાથી નવીન બસ મુકવા તેમજ કોઇપણ સરકારી કાર્યક્રમ માં મુકવા આગામી સમય માં બસ ની સુવિધા બંધ ના કરવામાં આવે તેવી માંગણી ઓ તેમજ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કિશાન ઉ.પ્રમુખ ભુરાજી આઝાદ તેમજ ભીમ પટેલ સહીત અન્ય આપ ના કાર્યકરો તેમજ વિદ્યાર્થી ઓ હાજર રહ્યા હતા