આજે બનાસકાંઠા પ્રભારીમંત્રી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત થરાદ ખાતે આવી પહોચ્યા હતા.મુલાકાત દરમિયાન થરાદ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.જેમાં જિલ્લા કલેકટર, ડીડીઓ સહિત વાવ, સુઈગામ, થરાદ અને ભાભર તાલુકાના ટીડીઓ અને પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજ ની આ બેઠકમાં કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી કામો, આયોજનના કામ ઉપરાંત વરસાદની સ્થિતિની સમીક્ષા, આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થા જેવા બહુ કાયમી વિષયો અંગે ચર્ચાઓ કરી. સમયમર્યાદાના કામોની દરખાસ્તો સત્વરે કરવા તેમજ મંજૂરી મળેલા કામોના શુભારંભ વહેલામાં વહેલી તકે કરાવવા સૂચન કર્યું હતું.