પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ ના ચેખલાના પાટીયા પાસે દૂધના ટેન્કર અને ટેલર વચ્ચે અકસ્માત ટેન્કર ચાલકનું મોત

બનાસકાંઠા જિલ્લા ગઈકાલે વડગામના અધૂરીયા બ્રિજ પાસે એક સીફ્ટ ગાડી બ્રિજના ડિવાઇડર સાથે ટકરાતા ગાડીમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપ્યા હતા જે બાદ આજે વહેલી સવારે પાલનપુર આબુ હાઇવે ઉપર અમીરગઢના ચેખલા ગામના પાટીયા નજીક એક ટેલર નું પાછળનું ટાયર ફૂટી જવાના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી કરી હતી જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતા ટેન્કરનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા હરીપર થી પસાર થતા વાહન ચાલકો ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

જોકે અકસ્માત ની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જોકે ત્રણથી ચાર કલાકની ભારે જહમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકળ્યો હતો પરંતુ ટેન્કર ચાલકનું મોતની હતું. અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ થતા અમીરગઢ પોલીસે ટેલર અને ટેન્કરને બંનેની રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version