કચ્છ જીલ્લાના ભુજ ખાતે કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવા કાર્યાલય નાં ખાતમુર્હતની શુભેચ્છા પાઠવી હતી તેમજ સી આર પાટીલ જણાવ્યું હતું કે કાર્યાલય એટલે સદા કાર્યકરોની નોંધ અને સંકલન કરવા માટે સતત ખુલ્લું રહેતું સ્થળ.ભાજપના કાર્યકરો હમેશા સેવા કાર્યમાં રહ્યા છે જેમાં સંગઠન નું સૌથી મોટું કાર્ય એટલે પેજ પ્રમુખ નું કાર્ય એ કાર્ય બહુ સારી રીતે થઇ રહ્યું છે . સી આર પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મહાઠગ આવી રહ્યો છે તેનાથી ચેતજો આ સાથે જ સી આર પાટીલ સાહેબે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે ગુજરાતના ભાઈ બહેનોને વિનતી છે કે મહાઠગથી સાવધાન રહેજો એવું વાક્ય પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખે. આ કાર્યક્રમમાં ગુજરાતવિઘાનસભાના અધ્યક્ષ ડો .નિમાબેન આચાર્ય, પ્રદેશના સહપ્રવકતા કિશોરભાઇ મકવાણા, કચ્છ સંગઠનના પ્રભારી હિતેષભાઇ ચૌધરી, રાજયનામંત્રી કિર્તીસિંહ વાઘેલા, જીલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પારુલબેન,અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર,માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,ગાંઘીઘામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા,ભૂજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.