બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા તથા નાની આખોલ શાખાના ધિરાણ લેનાર સામે બેન્ક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ધિરાણ લેનાર બેંક્ની વસુલાત સામે બેંક્ની ફેવરમા ચેક જમા કરાવેલ હતા. જે ચેક “ફંડસઇનસફીસીયંટ” ના કારણે પરત ફરતા, બેંક્ના અધીકારી ગિરીશ ગજ્જર મરફત નેગોશિયેબલ ઇંસ્ટ્રુમેંટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળ ચેક રીટર્ન ના કેસ ડીસાની નામદાર કોર્ટમા દાખલ કર્યા હતા. જે કેસ એડીશનલ સિનિયર સિવિલ જજ એમ.ડી.બ્રહમભટ્ટ ની કોર્ટમા ચાલી જતા તમામ 11 ધિરાણ લેનાર ને બે બે વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે અને ૬૦ દીવસમા ચેક્ની રકમ ફરીયાદી બેંક્મા જમા ન કરાવે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. બેન્ક અને કોર્ટ ની કડક કાર્યવાહી થી અન્ય ધિરાણ લેનાર માં ફફડાટ ફલાયો છે . . . . .