દિયોદર જીઆઇડીસી તેમજ અમદાવાદ શહેર સોલા વિસ્તારમાં ઇસમોને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 અનડિટેક્ટ ચોરીના ગુના નો બનાસકાંઠા પોલીસે ઉકેલ્યો દિયોદર જીઆઇડીસી તેમજ અમદાવાદ સોલા વિસ્તારમાં ચોરી કરેલ ઇસમોને થરા પાસેથી પકડી પાડી ચાર અનડિટેક્ટ ચોરીના ભેદ બનાસકાંઠા પોલીસે ઉકેલ્યા છે જેમાં બનાસકાંઠા પોલીસે પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થરા પોલીસ સ્ટેશન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જાડેજા નાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન થરા ચોર્યાસી બજારમાં શકમંદ હાલતમાં ફરતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના વતની હોય અને તેઓની હાજરી બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં જેમાં પોલીસને મિલકત સંબંધી નો ગુનો કરવા આવેલા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવવા આવતા તમામ ઇસમો વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન માં ipc કલમ મુજબ કાર્યવાહી કરેલ થરા તેમજ આજુબાજુના વિસ્તારમાં ચોરીના ખૂબ જ બનાવો બનેલ હોય જેથી ભીલડી પોલીસ તથા એલ.સી.બી.એ બનાસકાંઠા પોલીસ સ્ટાફ સાથે મળી યુક્તિ પ્રયુક્તિથે તમામ ઈસમોની પૂછપરછ કરતા આ તમામ ઇસમો સાથે મળીને આજથી બે માસ અગાઉ અમદાવાદ શહેરમાં સોલા વિસ્તાર બે અલગ-અલગ ઘરમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની તેમ જ દિયોદર થી જીઆઈડીસીમાં આવેલા અલગ-અલગ દુકાનમાંથી રોકડ રકમ સહીત ચોરી કરી હોવાનું કબુલાત કરવામાં આવી હતી