બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારો માં અવાર નવાર દારૂ ઝડપાય છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા હેડ.કોન્સ ઇશ્વરભાઇ ,અર્જુનસિંહ , ઓખાભાઈ તથા પો.કો પ્રકાશચંદ્ર તથા પ્રકાશભાઈ માવસરી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડલી થી એક પીક-અપ ડાલુ તથા એક સ્કોર્પિયો જેનો નંબર પ્લેટ વિના આવતા ગાડી લઇ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચોથાનેસડા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે ચોથાનેસડા સુઈગામ ગામ પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળું પીક-અપ ડાલુ આવતાં રોકવા ઈશારો કરતા સુઈગામ કસ્ટમ રોડ તરફ ભગાડતા પીછો કરી પીક-અપ ડાલુ તથા પાયલોટીંગ કરનાર સ્કોર્પિયો ગાડી પકડી પાડેલ ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-4668 કી.રૂ.6,0,1380/- તથા પીક-અપ ડાલુ તથા સ્કોર્પિયો ગાડી કી.રૂ.14,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,20,01380/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ ગાડીનો ચાલક મુકેશભાઈ દેવજીભાઈ જાતે રાજપૂત રહે ચારડા તા. થરાદ તથા પ્રેમાભાઈ અજાભાઈ જાતે રાજપૂત રહે ઈઢાટા તા. થરાદ નાસી જઈ તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.