યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )
બનાસકાંઠા જીલ્લાના ભાજપના સાંસદ પરબતભાઇ પટેલના અન્ય યુવતિ સાથે કથિત ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ગામ થરાદ તાલુકાના ભાચર ગામના મધાભાઇ પટેલે સોશિલ મીડિયા ઉપર કથિત રાજકીય વ્યક્તિના યુવતી સાથેના બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા. આ સાથે આગામી 15 ઓગસ્ટના રોજ 1.26 મિનિટની વીડીયો ક્લિપ વાયરલ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેને લઇ જીલ્લા સહિત રાજ્યમાં રાજકારણ ગરમાયુ હતુ. આ તરફ અચાનક બે-ત્રણ દિવસથી યુવતિ સાથે કથિત રીતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ હોવાનું ચર્ચાઇ રહ્યુ હતુ. જે મામલે આજે સાંસદે ખુલાસો કર્યો છે.
શું કહ્યું બનાસકાંઠા ના સાંસદ પરબતભાઈ પટેલે ?
આ અંગે આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના લોકાર્પણમાં આવેલા સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે, “મીડિયાના માધ્યમથી મેં જોયું કે 15મી ઓગષ્ટના રોજ મઘાભાઇએ મારો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે. પણ આ અંગે મને કંઇ જ જાણ નથી, મે મારા જીવનકાળમાં ક્યારેય કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી . “કદાચ મારા ફોટાનો ઉપયોગ કરીને ખોટી રીતે એડિટ કરીને કોઇએ કંઇ કર્યું હોય તો મને ખબર નથી. બાકી એમાં હું ચોક્કસ રીતે કહી શકું, મીડિયાના મધ્યમથી મારુ નામ આપ્યું એટલે હું કહું છું એના માટે મારે પણ તેમાં જોવું પડે શું છે. આ ફોટો ખોટી રીતે એડિટ કરીને મને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરૂ છે.”