સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે ભારેશ્વર મંદિર ખાતે ૧૧૦૦ વ્રૃક્ષોનો વ્રૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

યે હૈ ન્યૂઝ ઈન્ડીયા : સુઈગામ

બનાસકાંઠા નુ સરહદી વિસ્તાર નુ સુઇગામ તાલુકા નુ નેસડાગામ મા બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને રાજ્ય સરકાર ના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના અધ્યક્ષ સ્થાને સુઈગામ તાલુકા ના નેસડા (ગોલપ) ના શ્રી  ભારેશ્ર્વર મહાદેવ મંદિરની જગ્યામાં  ધી નેસડા (ગો)દૂધ મંડળી ,ગોલપ દુધ મંડળી, શિવનગર (ને) મંડળી અને ભારેશ્ર્વર મહાદેવ ટ્રસ્ટ  અને સુઈગામ તાલુકા ના બનાસડેરીના ડિરેક્ટર સાહેબ શ્રી મુળજીભાઈ પટેલ ના (આર્થિક)સહયોગ થી 1100 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું  જેમા  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુમાનસિંહ બાપુ,પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી ઉમેદદાનજી ગઢવી ,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રામજીભાઈ,માર્કેટ યાર્ડના ચેરમેન અજાભાઈ પટેલ, ભરતસિહ ગોહિલ  સુઇગામ તાલુકાની દુધ મંડળીઓના ચેરમેનશ્રીઓ, મંત્રીશ્રીઓ,બનાસડેરીના મેનેજર સાહેબ શ્રી પ્રફુલભાઈ ભાણવાડીયા સાહેબ,ઝોનલ અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ,વિસ્તરણ અધિકારી શ્રીરમેશભાઈ પટેલ,સુપરવાઇઝર શ્રી પરેશભાઈ ચૌધરી ઉપરાંત ગામ લોકો સુઈગામ અને વાવ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનોએ વૃક્ષારોપણ ના આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version