દિયોદર તાલુકાના મીની અંબાજી સણાદર ધામ ખાતે દિયોદર,ભાભર,કાંકરેજ અને સૂઇગામ તાલુકા યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓ ની વિવિધ પ્રશ્નો ની માંગ ને લઈ બેઠક મળી હતી જેમાં વિવિધ પ્રશ્નો ને લઈ કોંગ્રેસ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી હતી જેમાં સરકાર મહિલાઓ ની રજૂઆત ધ્યાને નહિ લે તો આગામી સમય દિલ્લીમાં ધરણાં કરવાની ચીમકી આપી હતી
બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર ,રાજવી ગિરિરાજસિંહ વાઘેલા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઇ દેસાઈ મીની અંબાજી સણાદર ધામ ખાતે પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠા દિયોદર,કાંકરેજ ,ભાભર અને સૂઇગામ તાલુકા યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓ એ પોતાના વિવિધ પ્રશ્નો ની કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવા બનાસકાંઠા જિલ્લા સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી હતી આ બાબતે આંગણવાડી કાર્યકર મહિલાઓ યુનિયન સંગઠન એ જણાવેલ કે આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ત્રણ મહિના થી તેલ નથી રેગ્યુલર બિલો મંજૂર નથી થયા,સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે કે આંગણવાડી કાર્યકર મહિલાઓ ને સરકારી કર્મચારી નો દહરોજો આપવો જોઈએ તે દહરોજો અમને મળતો નથી આવા વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી અને આગામી સમયમાં સાંસદ સભ્ય અમારી રજૂઆત દિલ્લી માં કરે તેવી માંગ કરી હતી વધુ માં આંગણવાડી કાર્યકર મહિલાઓએ હક માટે લડવા મક્કમ બની હતી અને ન્યાય નહિ મળે તો દિલ્લી જંતરમંતર ખાતે ધરણાં કરવા ચીમકી આપી હતી …
બાળકો ને પોષણ ની જરૂર છે પરંતુ સમગ્ર જિલ્લામાં ત્રણ મહિના થી તેલ નથી: ઉપ પ્રમુખ યુનિયન ભાભર
આ બાબતે ભાભર ધર્મિષ્ઠા બેને જણાવેલ કે આજે અમારા યુનિયન ની મીટીંગ મળી છે અમારા ઘણા બધા પ્રશ્નો છે પહેલા તો અમારો ટાઈમ ખૂબ વધારે છે ૬ કલાક સુધી અમારો ટાઈમ લે છે એટલું અમને વળતર મળતું નથી છેલ્લા ત્રણ મહિના થી જિલ્લામાં તેલ નથી અને કોઈ ઓડર કરતા નથી અને ખરીદી ને આપતા પણ નથી હાલ બાળકો ને પોષણ ની જરૂર છે પરંતુ તેલ વગર નાસ્તો કઈ રીતે બનાવવો અત્યારે આવી મોઘવારી માં માત્ર દશ હજાર ના પગાર માં ઘરે થી તેલ ક્યાંથી લાવીએ અમારે બધી વસ્તુ ખરીદવાની હોય તો અમો ઘર કઈ રીતે ચલાવીએ હાલ અમુક બહેનો ને આંગણવાડી ના મકાન ના ભાડા પણ ચૂકવાયા નથી આવા વિવિધ પ્રશ્નો નું કોઈ નિવારણ આવ્યું નથી સરકાર અમારી આ રજૂઆત ધ્યાને લે તેવી માંગ છે