બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ વાવ તાલુકામાં ફરી રહ્યો છે. જેના ભાગરૂપે વાવ તાલુકાના માવસરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી, kyc અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતા.આજ ના કાર્યક્રમ અંતર્ગત 400 થી વધુ લોકો એ વિકસિત ભારત ના સંકલ્પ લીધા હતા.

આ યાત્રા દરમિયાન વાવ વિધાનસભા માં પ્રભારી રૂપશીભાઈ પટેલ,એ.પી.એમ.સી.ચેરમેનશ્રી નાગજીભાઈ પટેલ ,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ જી ચૌહાણ, પૂર્વ મહામંત્રી રામસેનગભાઇ ભાઈ રાજપૂત,ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતભાઈ સોઢા,ડિરેકટર વિરજીભાઈ પટેલ,મુળજીભાઈ રાજપૂત, સરપંચ ઈશ્વરભાઈ પટેલ, ડિરેકટર નાગજીભાઈ દેસાઇ,

ડેલીકેટ ધેગાભાઈ પરમાર,વાલજીભાઈ ,વાવ મામલતદાર એચ.બી.વાઘેલા,વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરત ભાઈ મણવર,કાનજીભાઈ રાજપૂત ,ભગવાનભાઈ વ્યાસ, પશુ ડોકટર જી.બી.જોષી ,વિક્રમ ગૌસ્વામી,કનુભાઈ એમ બારોટ, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, મેડિકલ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રોઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા