ભારત પાકીસ્થાન બોર્ડર પર માવસરી નજીક એક જવાને અગમસ્ય કારણોસર સવારે ૭:૩૫ મીનીટે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું.જાણવા મળતી માહિતી મુજબ માવસરી બોર્ડર નજીક અંબાજી બીઓબી ઝીરો પોઈન્ટ તરફની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ભોમારામ ભુજારામ ઉવ.૪૪ રહે : રાજેસ્થાન ના બીએસએફના જવાને અગમસ્ય કારણોસર પોતે જાતે માથાના ભાગે રિવોલ્વરની ગોળી મારી લીધી હતી.જેમાં ગંભીર રીતે ઘવાતા તેનું મોત થયું હતું. આત્મહત્યાની આ ઘટનાથી સન્નાટો છવાઈ ગયો હતો અને ઘટનાની જાણ માવસરી પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જવાનના મૃતદેહને પીએમ માટે વાવ થી અમદાવાદ લઈ જવામાં આવશે આ ઘટનાને પગલે પોલીસ અને બીએસએફના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રાયફલ નો સામાન જપ્ત કરી એફ એસ એલ માં મોકલી તપાસ હાથ ધરી હતી.