સમગ્ર ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ ચુંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ચુંટણીની મહત્વની કામગીરી કરતાં શિક્ષકો પડતી મુશ્કેલીઓને લીધે આજરોજ વાવ ના ચુંટણીમાં કામગીરી કરતાં બીએલઓ સાથે રાખી આજે વાવ ના ચુંટણી ગ્રામિણ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

જેમાં ચુંટણી લક્ષી કામગીરી કરતાં બીએલઓને સરકાર દ્વારા ચુંટણીપંચ દ્વારા જે ગરૂડા એપ ડાઉનલોડ કરાવામાં આવી છે જે ગરૂડા એપમાં કામગીરી કરી શકાય તેમ ના હોઈ તેમજ ઓફલાઈન વધારાનું ભારણ હોઈ કોઈ યોગ્ય નિર્ણય લે તેવી વાવ ના ચુંટણી ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી