બનાસકાંઠા ના વાવ મામલદાર કચેરી ખાતે ખેડૂતો ના વિવિધ મુદ્દે ભારતીય કિશાન સંધ દ્વારા આવેદન પાઠવવા માં આવ્યું છે જેમાં ખેડુતો ના વિવિધ મુદા જેવા કે ૩૭ (૨ ) ના કેશો નો યોગ્ય નિકાલ ,ખળ –વાડ માં વસતા લોકો ને સણદ આપવા ,છેવાડા ના ખેડૂતો પાણી ના પહોચતું હોઈ ભૂગર્ભ પાઈપ લાઈન દ્વારા પહોચાડવામાં આવે ,નર્મદા નિગમ ની કેનાલ નીચાણ વાળા ભાગો માં બનાવી હોવાથી ખેડૂત ના ખેતર માં ઓવર ફલો થાય છે જે કેનાલો ને રી સર્વે કરી માટી કામ કરવું ,તેમજ ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત કામો ચાલુ છે તેમજ ખેડૂતો ને બાગાયતી પાકો રહેણાક ,બોર ,વગેરે જે વળતર બાકી છે તે પૂર્ણ કરવા તેમજ અન્ડર ગ્રાઉન્ડ ફીટીંગ કર્યા પછી માટીકામ કરવું ,તેમજ હરિયાળી પ્રોજેક્ટ અંતર્ગત કામો કાર્યરત છે તે કાર્યો માં ૫૦ % થી પણ ઓછી સવલતો પૂરી પાડેલ છે વગેરે મુદ્દે વાવ મામલદાર કચેરી ખાતે આવેદન પાઠવવા માં આવ્યું છે વધુ માં ભારતીય કિશાન સંધ ના પ્રમુખ દ્વારા જણાવાવમાં આવ્યું કે ખેડૂતો ની માંગણી ઓ ને ધ્યાન માં નહી લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું તેવી ચીમકી આપી છે