સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે તા -૨૬/૧૦-૨૦૨૧ ના રોજ છેલ્લા અઠવાડિયા થી સોશિયલ મીડિયા માં ચાલતી મુહિમ જેવી કે ગુજરાત પોલીસ ના ગ્રેડ પે ના સમર્થન માં આજ રોજ આવેદન આપવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના,રાષ્ટ્રીય કિશાન સંગઠન તેમજ આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા આવેદન પાઠવવા માં આવ્યું હતું વધુ માં મીડિયા સાથે વાતચીત માં જણાવતા કહ્યું હતું કે ગુજરાત ની બહોશ પોલીસ રાત દિવસ ખડે પગે રહી લોકો ની સેવા હાજર હોય છે
જેમાં દિવાળી કે કોઈ અન્ય અવસર પ્રસંગ માં પોલીસ નોકરી પર રહી જનસેવા કરે છે જયારે પોલીસ ના વર્ષો જુના પશ્નો નું નીરાકરણ લાવવા આજ રોજ વાવ મામલદાર ખાતે આવેદન પાઠવવા માં આવ્યું જેમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના પ્રદેશ કોષા અધ્યક્ષ બીપીનસિંહ ડી ગોહિલ તેમજ જીલ્લા પ્રમુખ તેમજ વાવ તા .ના હોદ્દેદારો તેમજ રાષ્ટ્રીય કિશાન સંગઠન ના ગુજરાત પ્રદેશ મંત્રી રામસેંગ ભાઈ ગોહિલ અને વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે કે રાજપૂત તેમજ આમ આદમી પાર્ટી ના જીલ્લા ના યુવા નેતા ભુરાજી રાજપૂત (આઝાદ)અને આમ આદમી પાર્ટી ના કાર્યકરો તાલુકા ના સંગઠન ના નામી અનામી હોદ્દેદારો હાજર રહ્યા હતા