
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી )
બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા માં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુ પાલકોની હાલત પણ કફોડી બની છે તો બીજીબાજુ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા દિયોદર પ્રાંત કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો દ્વારા બનાશકાંઠા જિલ્લા ને અસત ગ્રસ્ત જાહેર કરી ગૌશાળા અને પાંજરાપોળ ને સહાય કરવા માંગ કરી હતી જેમાં ઉલ્લેખનીય છે કે બનાશકાંઠા માં વરસાદ ખેંચાતા પશુધન મુશ્કેલીમાં જેમાં ઘાસચારો ન મળતા પશુ નિભાવ કઠિન બન્યો છે તો બીજીબાજુ વરસાદ ખેંચાતા દુષ્કાળ ના એંધાણ વચ્ચે ઘાસચારા ના ભાવ આસમાને પહોચ્યા છે જેથી ગૌશાળા અને પાંજરાપોળ ના પશુ નિભાવ કરવો કઠિન બન્યો છે એક આકડા મુજબ બનાશકાંઠા જિલ્લા માં 157 પાંજરાપોળ અને ગૌશાળા જેમાં 80 હજાર જેટલા પશુઓ નો નિભાવ થઈ રહ્યો છે તો સરકાર અમારી માંગણી ઓ ને ધ્યાન માં નહિ લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ..