વાવ તાલુકા ના માડકા ગામે અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી ચિંતામણી પાશ્વનાથ દાદા ની ૭૦ મી જયંતિ તેમજ શ્રી શાંતિ નાથ ભગવાનની ૪૩ મી સાલગીરી ની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.વેશાખ સુદ ૯ ના દિવસે જીનાલય માં શક્તિ કરમ પૂજન અને પરમાત્મા ની વિશેષ ભક્તિ રૂપે મહાપૂજા કરવામાં આવી હતી અને વેશાખ સુદ ૧૦ ના દિવસે સવારે શુભ મુહ્રતે ધ્વજારોહણ વિધિ શ્રી સંધ ની ઉજવણી ગ્રામજનો હાજરી માં કરાઈ હતી આ ઉત્સવ મનાવવામાં સુરત ,અમદાવાદ મુબઈ તેમજ ગાંધીધામ વગેરે અનેક સ્થળો થી ગુરુભકતો તેમજ પધાર્યા હતા .આ ઉત્સવ ની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ માં ઉજવણી ના ભાગરૂપે માહેશ્વર ગૌ શાળા માં રોકડ રૂ . ૧૧૧૪૦૦ માડકા જૈન સંધ દ્વારા આપવામાં આવેલ છે
