ભાવનગર જિલ્લામાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જાહેરસભામાં ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસો સાથે સરખાવવા મુદ્દે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. શનિવારે જનસભામાં જનસંબોધન દરમિયાન તેમને આ વાત કહેવા મામલે ફરીયાદ દાખલ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ ગૃહમંત્રી વિરુદ્ધ ટીપ્પણી કરવા મામલે ગોપાલ ઈટાલિયા પર ફરીયાદ થઈ હતી ત્યારે ફરી એકવાર ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલિયા સામે ફરીયાદ નોંધાઈ છે. જાહેર સભામાં શ્રીકૃષ્ણને રાક્ષસ સાથે સરખાવ્યા હતા. જેથી આ મામલે હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવા મામલે ફરીયાદ નોંધવામાં આવી છે. અમિત આહીરે આ ફરીયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. બે દિવસ પહેલા અન્ય એક ફરીયાદ નોંધાઈ છે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ પહેલા અન્ય એક બદનક્ષીની ફરીયા ગોપાલ ઈટાલિયા પર નોંધાઈ ચૂકી છે. હર્ષ સંઘવી સામે આ ટિપ્પણી બદલ ફરીયાદ કરવામાં આવી હતી. ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહેવા બદલ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. બદનક્ષીની ફરીયા ઈટાલિયા વિરુદ્ધ કરવામાં આવી હતી. ઉમરા પોલી સ્ટેશનમાં આ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.