આજરોજ ડીસા તાલુકાના વિઠોદર જાવલ ગામ વચ્ચે બોલેરો ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાઈવે રસ્તા ઉપર વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી ગુમાવવાનો વારો આવે છે તો આ તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના સમયે માર્ગ અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના વિઠોદર અને જાવલ ગામ વચ્ચે પસાર થતા રસ્તા પર બોલેરો ગાડી અને પીકઅપ નાના વચ્ચે અકસ્માત સર્જાયો હતો રાજસ્થાન તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ ડાલા અને ડીસા તરફથી આવી રહેલ બોલેરો ગાડી સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી