બનાસકાંઠા ના દિયોદર ખાતે તા:૦૮/૦૯/૨૦૨૧ ના વહેલી સવારે એક દુર્ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થતાં દિયોદર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. જાણવા મળતી વિગતો મુજબ દિયોદર રેલ્વે સ્ટેશન પાસે આવેલ એક બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યુ હતુ. આ દરમ્યાન અચાનક એક જર્જરીત દિવાલ ધરાશાઇ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં એક યુવક દટાઇ ગયા બાદ ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત થયુ હતુ. પરંતુ પ્રાથમિક તપાસમાં મૃતક સિધ્ધપુરના મગનજી રવાજી ઠાકોર હોવાનું ખુલ્યુ હતુ. ઘટનાને લઇ સ્થાનિક પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.