
ડીસા તાલુકામાં આવેલા ધૂનસોલ કોટડા ગામમાં ૪૫ વર્ષીય વિધવા મહિલા રાજેશ્વરીબેન મીઠાલાલ શાહ તેમના ૧૬ વર્ષીય અપંગ પુત્ર શૈલેષ સાથે રહે છે.. રવિવારે મોડી રાત્રે રાજેશ્વરીબેન ઘરમાં સૂતા હતા તે દરમ્યાન અચાનક બે અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાં પ્રવેશ કરીને મકાનમાં રહેલી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો… પરંતુ તિજોરી આ તસ્કરોથી ના ખૂલતાં તસ્કરોએ બાજુમાં રુમમાં સૂઈ રહેલા રાજેશ્વરીબેન પાસે જઈને તેમનું મોઢું દબાવીને માથા અને હાથના ભાગે લોખંડના આંકડાનો પ્રહાર કરીને તેમના ગળામાં રહેલી બે તોલા સોનાની ચેન, બે ગ્રામની બુટ્ટી, ૬ તોલાની સોનાની બંગડી, એક તોલાની બે વીંટી અને દશ હજારની રોકડ રકમ લઈને ભાગી ગયા હતા.. આ ઘટના બનતા ઘરમાં સૂઈ રહેલા રાજેશ્વરીબેન શાહે બૂમાબૂમ કરતાં તેમના પરિવારના અન્ય સભ્યો આસપાસમાથી દોડી આવ્યા હતા અને આ અંગે વહેલી સવારના ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં બે કલાકમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા રાજેશ્વરીબેન શાહને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.. જ્યાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.. અને આ ઘટનાનો ભોગ બનનાર રાજેશ્વરીબેન શાહનું નિવેદન લઈને આગળની તજવીજ હાથ ધરી છે.