યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ
રાજ્ય સરકારમાં તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઈને વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. સરકાર તરફથી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે તલાટી મહામંડળે પોતાની પડતર માંગણીઓ ને લઇ વાવ તાલુકા પંચાયત ખાતે કાળી પટ્ટી ધારણ કરી હતી અને સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ માંગણી સ્વીકારી નથી. 13મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ ને તાલુકા કક્ષા એ ઉગ્ર વિરોધ નોધાયો હતો જેમાં વિવિધ માંગણી જેવી કે ૧)મહેસુલી તલાટી ના પગાર માં બઢતી કરવી ૨)૨૦૦૪/૦૫/૦૬ ની ભરતી ના તલાટી ને વિદ્યાસહાયકો ની માફક ગણવી ૩)તલાટી ક્રમ મંત્રી ને વિસ્તરણ અધિકારી કે કોઈ અન્ય ગ્રામ વિકાસ માં બઢતી આપવા ૪)ઓનલાઈન હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા તેમજ ૫) તલાટી ઓ પર થતા હુમલા અંગે સ્પસ્ટ નીતિ ધડવા અંતે માંગણી ૫) ૧ ગ્રામ ૧ તલાટી ના સુત્ર મુજબ ધટ થતી હોય તો નવી ભરતી કરવી વગેરે માંગો ને લઇ તલાટી શ્રી દ્વારા વાવ તાલુકા પંચાયત ખાતે વિરોધ દર્શાવ્યો હતો જેમાં પ્રમુખ સુનીલભાઈ ત્રિવેદી અને,જીલ્લા ઉપ્રમુખ રામભાઈ દેસાઈ,નેહાબેન પટેલ ,વિક્રમ રાજપૂત ,કિરણભાઈ રાજપૂત બ્રિજેશ ભાઈ સોલકી , પીન્ટુ ભાઈ (વાવ )વગેરે હાજર રહ્યા હતા