- ડીસા તાલુકાના સાવિયાણા ગામે વિજેતા બનેલા સરપંચ તથા સભ્યોનો બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષતા માં સન્માન સમારોહ યોજાયો હતો.

તાજેતરમાં જ ડીસા તાલુકામાં 80 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યોનું ગ્રામજનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહી છે ખાસ કરીને પોતાના ગામનો વિકાસ થાય અને ગામમાં વિવિધ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે ડીસા તાલુકાના 80 ગામમાં સ્થાનિક લોકોએ પોતાના ઉમેદવારને વિજય બનાવી લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં ઠેરઠેર સરપંચ તેમજ સભ્યોનો સ્વાગત કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે પણ સરપંચ તરીકે વિજય બનેલા દેલવાડીયા લાસુબેન નાગજીજી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં અણદાભાઇ પટેલ બનાસ બેન્કના ચેરમેન,ગોવાભાઇ રબારી પૂર્વ ધારાસભ્ય ડીસા,ચંદનજી ઠાકોર ધારાસભ્ય સિધ્ધપુર,રાયધણજી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત, મદારજી ઠાકોર,સુખાજી ઠાકોર માજી સરપંચ સહિત આજુબાજુના અનેક ગામોના સરપંચ મોટી સંખ્યામાં હાજર રહી વિજેતા બનેલા મહિલા સરપંચનું સ્વાગત કર્યું હતું.