- પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં રેલી કાઢતા સુઇગામ પોલીસ દ્રારા કૉંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરાઈ.
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
સરકાર દ્રારા પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો કરતા સુઈગામ તાલુકા કોંગ્રેસ પાર્ટી તરફથી આ સરકાર ના વિરોધ માં ઊંટ લારી સાથે કૉંગ્રેસ ના કાર્યકરો દ્રારા રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ,આવા કોરોના ના કપરા કાળમાં છેલ્લા દોઢ વરસથી નાના-મોટા વેપાર-ધંધા મૃતપાય થયા છે યુવાનો રોજગારી માટે ટળવળી રહ્યા છે ગરીબ અને મધ્યમ આવા કપરા સમયમાં આવક મેળવવા માટે ફાંફાં મારી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારે આસમાને પહોંચાડ્યા છે ,ગેસના બાટલાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે આવી બહેરી અને મૂંગી સરકાર વિરુદ્ધ તારીખ 12/6/2021ના શનિવારે સુઈગામ તાલુકા મથકે મોંઘવારી વિરુદ્ધ નો કાર્યક્રમ સુઈગામ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા સુઈગામ ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલ હતો,જેને લયીને મોટી સંખ્યા માં કૉંગ્રેસ કાર્યકરો,આગેવાનો જોડાયા હતા,અને સરકાર વિરૂદ્ધ રેલી કાઢી હતી પરંતું આ રેલી ના અનુસંધાને સુઇગામ પોલીસ દ્રારા સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરતા કૉંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી