આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી.. ત્યારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે ૯ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.. જે અંતર્ગત આજે ડીસા ખાતે SCW સ્કૂલમાં આદિવાસી એકતા ગ્રૂપ દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં બનાસકાંઠા જિલ્લા માંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.જે બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલી ડીસા SCW સ્કૂલથી નીકળી ડીસાના મુખ્યમાર્ગો પર ફરી હતી. આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ મળ્યું હતું આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો