દેવ દિવાળી હિંદુ પંચાંગ ના મુજબ કારતક માસની પૂનમના રોજ ઉજવણી કરવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની હોય છે, તેમ દેવ દિવાળી પણ અગીયારસ થી શરૂ થઇને પૂનમ સુધી, એમ પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે એટલે આ દિવસો ને દેવોની દિવાળી ગણવામાં આવે છે. આજ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે .ત્યારે કારતક સુદ પુનમ ને લઈને બનાસકાંઠા ના વાવ તાલુકા ના સુપ્રસિધ્ધ યાત્રા ધામ ઢીમા ધરણીધર ખાતે લોકમેળો યોજાયો હતો.જેમાં દૂરદૂર થી હજારો ની સંખ્યા માં ભક્તો નું ધોડાપુર ઉમટી પડ્યું હતું.જેમાં રાજસ્થાન ,સૌરાષ્ટ્ર, તેમજ અન્ય રાજ્ય માંથી લોકો ઢીમા દર્શનાર્થે આવે છે.મુછાળા ધરણીધર ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હૈયું દળાય તેવી ભીડ જામી હતી.આજે યોજાયેલ લોક મેળા પોલીસ તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું.