થરાદ તાલુકા આંજણા કેળવણી મંડળ થરાદ દ્વારા સંચાલિત શ્રી ગાયત્રી વિદ્યાલય અને માતૃ શ્રી જવતીબેન સવાભાઇ પટેલ ઉચ્ચ માધ્યમિક શાળા થરાદ ખાતે તા.૧૦-૦૩-૨૦૨૩ ના રોજ શાળા ના મેદાન ખાતે ધોરણ -૧૦ અને ૧૨ ના વિધાર્થી ઓને શુભેચ્છા સમારોહ યોજાયો હતો.જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ,તાલુકા ખરીદ વેચાણ સંધ ચેરમેન જીવરાજભાઈ પટેલ ,બનાસ બેંક ના ડીરેકટર શૈલેશભાઈ પટેલ ,થરાદ માર્કેટ યાર્ડ ના સેક્રેટરી ભેમજીભાઈ પટેલ સહીત શાળા ના આચાર્ય આર.વી .પટેલ .ડો કરશનભાઈ પટેલ સહીત શાળા ના બાળકો તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો.જેમાં મહેમાનો દ્વારા તમામ વિદ્યાર્થી ઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી.