બનાસકાંઠા જિલ્લાના પછાત તાલુકા તરીકે દાંતા તાલુકાની ગણતરી કરવામાં આવતી હોય છે. અંતરિયાળ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં મોટાભાગની વસ્તી આદિવાસી જનજાતિ છે. દાંતા તાલુકામાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે. દાંતા તાલુકામાં અનેકો અસામાજિક તત્વોને લઈ આનેકોવાર ઘટનાઓ સામે આવતી હોય છે. આજે દાંતા તાલુકામાં સળગતી બાઈકની એક ઘટના સામે આવી છે. ખાઈવાડ ગામના ટર્નિંગમાં સળગતી હાલતમાં બાઈક મળી આવી. આ બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે. આજે બિનવારસી હાલતમાં આ સળગતી બાઈક મળી આવતાનો મામલો સામે આવ્યો છે. દાંતાના ખાઈવાડ ગામના બોર્ડ નજીક આગ લાગતી બાઈક મળી આવતાની ઘટના બનતા સળગતી બાઇકને જોઈ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ત્યારે આ બાઈક કોની છે અને આ બાઈકમાં આગ કેવી રીતે લાગી કે પછી આગ કોને લગાડી તે વિષય હજી અકબંધ છે. બાઈકમાં આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઇ નથી.