ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને રાત્રીના અને દિવસના સમયે પશુઓ વચ્ચે આવતા અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે.જેમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટ્યા છે.ત્યારે પશુઓના કારણે વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના જેરડા હાઈ-વે પર સર્જાયો હતો.જેમાં ભાચરવા ગામના મારુભાઈ પટેલ ખેતી કરવાનું હોઈ લેવા માટે પોતાના બાઇક પર ડીસા તરફ આવી રહ્યા હતા.તે સમયે રસ્તા પર અચાનક કપિરાજ આવી ગયા હતા.જ્યાં બાઇક સવાર કપિરાજને બચાવવા જતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ જવા પામ્યું હતું.અકસ્માતમાં રોડ પર મારુભાઈ પટેલ પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.જેથી તેમને સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જ્યારે સેવાભાવી લોકો દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત કપિરાજને પણ સારવાર અર્થે ટેટડા ગૌશાળા લવાયા હતા