તાજેતર માં જ NMMS નું પરિણામ જાહેર થયેલ છે ,જેમાં ભાટવર ગામના 8 અને વાસ ના 3 એમ કુલ 11 બાળકો મેરીટ માં આવી સમગ્ર જિલ્લા માં ડંકો વગાડ્યો છે , આ બાળકો ને તૈયારી કરાવવામાં જેનો મહત્વનો ફાળો રહ્યો છે એવા જીતેન્દ્ર ભાઈ સાધુ ની ચારેકોર અત્યારે પ્રસંશા થઈ રહી છે , સાથે સાથે શાળા ના શિક્ષક મિત્રો ની મહેનત ને પણ વાલીઓ એ બિરદાવી હતી
….થોડા સમય પહેલા આવેલા ધોરણ 10 અને 12 ના પરિણામ માં પણ ગામ ના બાળકો સમગ્ર તાલુકા માં ટોપ પર હતા ,ત્યારે ફરી એકવાર જીતેન્દ્ર ભાઈ અને એમની ટીમ એ શ્રેષ્ઠતા સાબિત કરી છે,