બનાસકાંઠા ના વાવ તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાહુલભાઇ પંકજભાઈ ભારદ્વાજ ની બદલી થતાં તા.05/06/2022 ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં તેઓ નો વિદાય સમારંભ યોજવામાં આવેલ જેમાં મળતી માહિતી મુજબ વાવ તાલુકા વિકાસ અધિકારી રાહુલભાઇ ભારદ્વાજ ની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ઓફિસ ખાતે બદલી થતાં તેઓ નો વિદાય સંભારંભ યોજવામાં આવેલ હતો.

ઉલ્લેખનીય છે કે રાહુલ ભારદ્વાજ યુવા વર્ગ ના હોઈ ઉત્સાહી અને પ્રમાણિક અને એક નિપુણ અધિકારી ની છવી ધરાવતા હતા. જેઓની બદલી થતાં તેઓના નોકરીના સમયગાળામાં કર્મચારીઓ સાથે ના સુમેળભર્યા વ્યવહાર ને લોકો એ યાદ કર્યા હતા.આમ તેમના સમય માં થયેલા વિકાસ ના કાર્યો ને આજે પણ લોકો યાદ કરે છે
આ કાર્યક્રમ માં પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત, હરદાસભાઈ કારોબારી ચેરમેન ,તમામ ગામો ના સરપંચ સહિત તા.પં કચેરી ના એકાઉટન્ટ ભરતભાઈ ત્રિવેદી, નરેન્દ્રદાન ગઢવી મનરેગા તેમજ ગ્રામજનો સહિત લોકો બહોળી સંખ્યા માં હાજર રહેલ હતો વિદાય થતાં તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ ને સાલ ઓઢાડી ગિફ્ટ આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી તેમજ તેમનું આયુષ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેવા ઉપસ્થિત આગેવાનો દ્વારા આશીર્વાદ આપ્યા હતા .