ડીસાની ગાયત્રીનગર સોસાયટીમાં 500 રૂપિયામાં યુવકની હત્યા, મોટાભાઈને છોડાવવા જતાં નાના ભાઈને છરાના ઘા વાગતા મોત

ડીસા શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં ઝઘડો થતાં મોટાભાઈને છોડાવવા વચ્ચે પડેલા નાના ભાઈને છરીના ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડીસામાં ચાર દિવસ અગાઉ જ માત્ર વીસ રૂપિયાની લેતીદેતીમાં એક યુવકની હત્યા થઈ હતી જ્યારે આજે ફરીથી 500 રૂપિયા જેવી નજીવી રકમની બાબતમાં યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મોટાભાઈને છોડાવવા જતાં નાના ભાઈને છરાના ઘા વાગતા મોત – મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં યુવકની જાન ગઈ .. બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં વધારો બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસે ને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આજે બનાસકાંઠા જિલ્લામાં હત્યા આત્મહત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લામાં લોકો નજીવી બાબતે આવેશમાં આવી જઈ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે સતત વધતા જતા હત્યાને આત્મહત્યાના બનાવો ને લઇ બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકો જાણે મીની યુપી બની ગયું હોય તેમ રોજેરોજ ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે ડીસામાં હાલ ક્યાંક આત્મહત્યાના બનાવો સામે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *