દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ૭ લાખ થી વધુ નો દારુ ઝડપાયો

જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા  દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના I/C પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી તથા પોલીસ સબ ઇ-સ્પેક્ટર આર.જી દેસાઇ, નાઓના માર્ગદર્શન દિયોદર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી સ્કોર્પીયો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૩૧૩૬ કિ.રૂ. ૩,૫૯,૮૪૦/-તથા સ્કોર્પીયો કિં.રૂ-૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૦૧ કિ રૂ. ૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ- ૭,૬૪,૮૪૦/- ના મુદ્દામાલ સાથે ના ચાલક સંજયંકમાર જયરામ વિશ્રોઇ રાણીવાડા વાળો પકડાઇ જઇ તથા પ્રવીણરામ રંગનાઘરામ વિશ્નોઇ રાણીવાડા વાળાએ દારૂ ભરાવી તથા વસ્તુભા ધનજી વાઘેલા સૌ.ઉબરી તા.કાંકરેજ વાળાએ દારૂ મંગાવેલ હોઇ ત્રણેય ઇસમોના વિરૂધ્ધમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *