ઉનાળામાં સામાન્ય રીતે જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, અહીં લગ્ન સમારંભમાં આગ લાગવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્ન સમારંભ દરમિયાન આગનો બનાવ બન્યો છે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્ન મંડપમાં અફડાતફડી મચી જવા પામી હતી.રિપોર્ટ પ્રમાણે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે ભોજન સમારંભ ચાલી રહ્યો હતો. ચાલુ ભોજન સમારંભમાં આગ લાગતા થોડીવાર માટે દોડાદોડી થઈ હતી. લોકો જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા ભાગ્યા હતા.ભોજન સમારંભમાં મંગાવવામાં આવેલી પાણીનો બોટલો વડે પણ લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.વધુ માં થરાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવ દરમિયાન કોઈ જાનહાની કે કોઈને ઈજા પહોંચી ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.