Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માતા ને આપેલું વચન પૂરું કર્યું ,દત્તક લીધેલી દીકરીના ધામધુમથી લગ્ન કરાવ્યાં

  • એક મહિલા ધારાસભ્ય ભગીરથ ઉમદા કામગીરી ને સરહદી વાવ સુઈગામ અને ભાભર માં લોકો માં બહોળો આવકાર મળી રહ્યો છે

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દત્તક લીધેલી દીકરીના લગ્ન ભાભરનાં ઉચોસણ ગામે યોજાયા હતા .કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર ઉચોસણ ગામના હંસાબેન બળવંતજી ઠાકોરને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેમની દિકરીને દત્તક લઈ ધામધામથી લગ્ન કરાવવાનું વચન આપ્યું હતું.જે વચન પૂરું કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા દત્તક લીધેલી દીકરીનાં લગ્ન પ્રસંગે ગેનીબેન ઠાકોરે આમંત્રિત સર્વે જ્ઞાતિના વડીલો, યુવાનો, માતાઓ બહેનો તમામને આવકાર્યા હતા. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોનાનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલ ખાતી સુઇગામ તાલુકાના ઉચોસણ ગામના હંસાબેન બળવંતજી ઠાકોરને મૃત્યુનો ભય કરતા પોતાની દીકરીના લગ્નની ચિંતા વધું હતી જે તેઓએ મારી સમક્ષ રજુ કરી હતી. મેં કોરોના કાળમાં ઓક્સિજનની અછત વચ્ચે આ હંસાબેનને બચાવવાનો પ્રયત્ન કર્યા હતા છતાં કુદરતની ઈચ્છા આગળ આપણી ઇચ્છાઓનું જોર ન ચાલ્યું. જોકે, મેં હંસાબેનને વચન આપ્યું હતું કે, તમારો જીવ બચાવવો એ મારા હાથમાં નથી પરંતુ તમારી ઈચ્છા મુજબ આ તમારી દીકરીને મારી દીકરી માની હું તેના રંગેચંગે લગ્ન કરાવીશ. જેથી મેં આપેલા વચન મુજબ આ દત્તક દીકરી સંગીતાબેનના લગ્ન ધામ ધૂમ થી કરાવ્યાં હતા.ઉલ્લેખનીય છે કે એક મહિલા ધારાસભ્ય ભગીરથ ઉમદા કામગીરી ને સરહદી વાવ સુઈગામ અને ભાભર માં લોકો માં બહોળો આવકાર મળી રહ્યો છે

આ પર્સંગે વાવ વિધાન સભા ના વાવ સુઈગામ અને ભાભર તાલુકા ના સમિતિ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને આગેવાનો હોદ્દેદારો સહીત વાવ સુઈગામ અને ભાભર તાલુકા ના અગ્રણી અને લોકો બહોળી સંખ્યા માં જોડાયા હતા

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: