ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ મનુષ્ય જીવનને સૌથી વધુ પાણીની જરૂરિયાત પડતી હોય છે પરંતુ મનુષ્યજીવન ક્યાંકને ક્યાંક પાણીની વ્યવસ્થા કરી દીધું હશે પરંતુ પક્ષીઓ કાળઝાળ ગરમીમાં પાણીની વ્યવસ્થા કરી શકતા નથી જેના કારણે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા પક્ષીઓને સમયસર કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે માટે દરેક લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીએ પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે અને ડીસા તાલુકામાં હાલ 42 ડિગ્રીને પાર ગરમીનું તાપમાન પહોંચી ગયું છે ત્યારે આવી ગરમીમાં સૌથી વધુ અસર પક્ષીઓ પર જોવા મળે છે જેના કારણે હાલમાં દરેક સંસ્થાઓ દ્વારા પક્ષીઓને સમયસર પાણી મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ઝેરડા ગામે પણ કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓને સમયસર પીવાનું પાણી મળી રહે તે માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જિનવાણી જૈન યુવા ગ્રુપ જેરડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓ માટે પાણીના કુંડાનું લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું પોતાના ઘરઆંગણે અથવા તો બગીચામાં તમામ લોકો પક્ષીઓ માટે પાણીના કુંડા રાખે જેથી આવી કાળઝાળ ગરમીમાં સમયસર પક્ષીઓને પાણી મળી રહે તે આશયથી આ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું