ડીસા તાલુકાના માલગઢ ગામ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો,સદનસીબે જાનહાનિ ટળી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં પણ છેલ્લા એક અઠવાડિયામાં માર્ગ અકસ્માતના બનાવો સતત ચિંતાજનક હદે વધી રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતનો ને લઈ હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ડીસા તાલુકામાં વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક માસુમ જિંદગીઓ આવા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ છે તો ક્યાંક મોતને પણ ભેટે છે ત્યારે આવું જ એક વધુ અકસ્માત ડીસા તાલુકાના માલગઢ ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પર સર્જાયો હતો જેમાં બે ટ્રકો સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બંને ટ્રકોમા સવાર ડ્રાઈવર અને કલીનર ને નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત સર્જાતા ની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરોને બહાર નીકાળવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *