- વર્ષોથી વફાદાર કિરિટસિંહ રાણાને કોરાણે મૂકી કોળી ઉમેદવાર માટે નજર
- ભાજપે રવિવારે જાહેર કરેલી યાદીમાં ઓક માત્ર લિંબડી બેઠક બાકી રાખી
વર્ષોથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના પક્ષે જ્ઞાતિવાદ ખતમ કર્યો હોવાની બૂમો પાડ્યે રાખી છે, પરંતુ વસ્તુતઃ ભાજપના જ રાજમાં જ્ઞાતિવાદ જે હદે વકર્યો છે તેવો બીજો ક્યારેય નથી વકર્યો. અને હવે જ્યારે પેટાચૂંટણી માટે ઉમેદવાર શોધવાના આવ્યા ત્યારે ભાજપે લીંબડી બેઠક પર જ્ઞાતિ આધારિત મૂરતિયો શોધવા દોડાદોડ કરી મૂકી છે.
ભાજપના સંગઠનમાં કોળી સમાજના નેતાઓ લીંબડી બેઠક પર કોળીને જ ટીકીટ અપાય તેવો હાઇકમાન્ડ પાસે આગ્રહ રાખીને બેઠાં છે. આવામાં તમામ સમીકરણો કોળી સમર્થક છે. બીજી તરફ કોંગ્રેસ મહિલા કોળી નેતાને અહીંથી ટીકીટ આપી શકે તેમ હોવાથી ભાજપ જો કિરીટસિંહ રાણાને ટીકીટ આપે તો કોળી સમાજના રોષનો ભોગ બનવું પડે અને બેઠક ગુમાવવી પડે તેમ છે.
એવી પણ ગણતરી મંડાય છે કે સોમાભાઇ કોળી પટેલ અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તેવામાં જો કોળી મતોનું ધ્રુવીકરણ થાય તો રાણા વિજયી બની શકે. પણ ભાજપ હાલમાં કોઇ જોખમ ઉઠાવે તેવી શક્તા ઓછી છે.