સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના બેણપ ગામ માં જૂથ અથડામણની ધટના સામે આવી છે જેમાં જાણવા મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્ય ની સરપંચ ની ચુંટણી માં મનદુઃખ રાખી ને આ બંન્ને જૂથો અથડામણ થયા હોવાનું સામે છે જેમાં તલવાર ધારિયા અને ધોકા ટોમી ઓ વડે હુંમલો કરાયો હતો જેમાં ૬/૭ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને થરાદ તેમજ પાટણ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

સુઈગામ પોલીસ ને જાણ કરાતા સુઈગામ પોલીસે મથકે ૧૦ લોકો ના વિરુદ્ધ 307 326 114 રાયોટિંગ નો ગુનો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુઈગામ તાલુકા ઓ માં જૂથ અથડામણ ની ધટનાઓ સામે આવી હતી જેથી કહી શકાય છે છેલ્લા ૧૫ દિવસ ફરી જૂથ અથડામણ ની ધટના સામે આવતા પોલીસ ની ઢીલી કામગીરી ને લઈને બેફામ બનેલા આરોપી ઓ ને ખુલ્લો દોર મળતો હોય તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે