35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા આજરોજ ncc કેડિટોની ડીસા કોલેજ ખાતે શારીરિક તેમજ લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં 350 ncc કેડિટોએ ભાગ લીધો હતો..Ncc દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનની ભાવના પેદા થાય તે હેતુ ncc દ્વારા અલગ અલગ કર્યો કરવામાં આવે છે.તેમજ 2 વર્ષ ના સમયગાળા દરમિયાન તેમને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી તેમજ કોવિડ 19 ના સમયગાળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ પ્રશાસન ની સાથે એન સી સી એ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી હતી .જે અનુસંધાન 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શારીરિક તેમજ લેખિત પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે ડીસા ડી એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું હતું.ડીસા એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 350 ncc ક્રિડિટોએ શારીરિક તેમજ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો.જેમાં યુનિટ ના સુબેદાર મેજર શ્રવણસિંહ સાથે 2 પી આઈ સ્ટાફ અને સી સી ઓફિસર ભરતસિંહ ખાડેલીયા સાથે વિવિધ શાળાના એન સી સી ઓફિસરો ની હાજરીમાં પરીક્ષા લેવાઈ હતી…