સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ ખાતે કરોડો રૂપિયા ના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે વાવ તાલુકા ના અંદાજીત ૭૫ જેટલા ગામડા ઓ નો સમાવેશ કરવામાં આવતો હોય ત્યારે વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં 25 બેડ ક્ષમતા ને વધારી ને ૫૦ બેડ કરવામાં આવે અને એમ.ડી ડોકટર ની નિમણુક કરવામાં આવે વગેરે બાબતો ને લઈ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આરોગ્ય મંત્રી ને પત્ર લખી રજૂઆત કરી છે