અમદાવાદના આવેલ એક જાણીતા એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પરંતુ પ્રેમ ભણાવતો હતો. વિદ્યાર્થીનીને ભોળવીને 3 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું . જો કે સમગ્ર ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ માતા-પિતાને કરતા શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઇ કે થલતેજ વિસ્તારમાં આવેલ એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનના શિક્ષક મયંક દીક્ષિતે એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી અને મયંક દીક્ષિતને ઝડપી જેલ ભેગો કર્યો હતો .
આ સમગ્ર કેસ ની તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઇન્સ્ટીટયુટમાં આવતી નાની ઉમર ની વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ફસાવી ને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર જુદી જુદી જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીની ના ઘરે જ્યારે લગ્ન માટે પૂછા આવવા લાગ્યા ત્યારે આ હેવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતો હતો જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ અને હેવાન શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી