ડીસા તાલુકાના અજાપુરા ગામ પાસે જીપ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાત્રિના સમયે બનાસકાંઠા જિલ્લામાં મોટા મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી અનેક માસુમ જિંદગીઓ વારંવાર સર્જાતા અકસ્માતમાં મોતને ભેટી છે ત્યારે તાજેતરમાં જ ડીસા તાલુકાના ગજાપુરા ગામ પાસે બનાસડેરીની જીપ અને ઇકબાલગઢ તરફથી લગ્નની ખરીદી કરીને ડીસા તરફ આવી રહેલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અમરતભાઈ જગદીશભાઈ પઢીયાર, ભાર્ગવ નટવરલાલ પઢીયાર, અર્ચનાબેન અમરતલાલ પઢીયાર અને આરાધ્યા અમરતલાલ પઢીયારને નાની-મોટી ઇજાઓ થઇ હતી.જેમને સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંને ગાડીઓના કુરચેકુરચા નીકળી ગયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ગાડીમાં ફસાયેલા તમામ લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *