બનાસકાંઠા માં તાપમાન નો પારો ગગડતાં ઠંડી વધી હતી જેમાં સરહદી વાવ પંથક માં ઠંડી નો કહેર જોવા મળ્યો જેમાં મોડી સાંજ થી લોકો ધરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેમાં લોકો ના ધંધારોજગાર પર ભારે અસર જોવા મળી રહી છે ખાસ કરીને નાના વેપારીઓ ઠંડી થી રક્ષણ મેળવવા તાપણા નો સહારો લેતા નજરે પડી રહ્યા છે ત્યારે બનાસવાસી દર વર્ષ ની જેમ હડકંપી ઠંડી નો સામનો કરવો પડશે તો બીજી બાજુ લોકો ઠંડી થી રક્ષણ મેળવવા કહ્યાક તાપણા નો તો કયાંક સ્વેટર કે ગરમ કપડા પહેરી ને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે હવામાન વિભાગ ની આગાહી મુજબ હજુ પણ બે દિવસ રાજ્ય ભરમાં ઠંડા પવન ફૂંકાશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે તેમ જણાવતા હજુ પણ સરહદી પંથક લોકો ને ઠંડી નો સામનો કરવા તૈયાર રહેવું પડશે