
નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત ટી20 લીગ આઈપીએલની આગામી સીઝન માટે સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસે પોતાની કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર રહેલા સુનીલ ગાવસ્કર, જાણીતા કોમેન્ટ્રેટર હર્ષા ભોગલે, આકાશ ચોપડા અને ઇયાન બિશપ સહિત ઘણા દિગ્ગજોને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. કોમેન્ટ્રી પેનલનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરને સામેલ કરવામાં આવ્યા નથી.
સ્ટાર સ્પોર્ટસે હિન્દી અને અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી પેનલ માટે અલગથી નામ જાહેર કર્યાં છે. માંજરેકરનું નામ કોઈપમ કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવામાં આવ્યું નથી.
અંગ્રેજી માટે જાહેર કરવામાં આવેલ પેનલની લિસ્ટમાં માર્ક નિકોલસ પણ છે, જે સામાન્ય રીતે સાઉથ આફ્રિકાના ડોમેસ્ટિક મેચોમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે. કેટલીક આઈપીએલ ટીમો માટે રમનાર અને દિલ્હી કેપિટલ્સની આગેવાની કરી ચુકેલ જેપી ડ્યૂમિની પણ પેનલમાં છે. 72 વર્ષીય ગાવસકર પણ કોમેન્ટ્રી માટે યૂએઈ જશે, જ્યારે બ્રિટ લી, ડીન જોન્સ, બ્રાયન લારા, ગ્રેમ સ્વાન અને સ્કોટ સ્ટાયરિસ મુંબઈમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે. તો પૂર્વ ભારતીય ક્રિકેટર આશીષ નેહરા અને ઇરફાન પઠાણ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે. કોમેન્ટ્રી પેલનના લિસ્ટમાં બે મહિલા કોમેન્ટ્રેટર લિસા સ્ટાલેકર અને પૂર્વ ભારતીય કેપ્ટન અંજુમ ચોપડા પણ સામેલ છે. આઈસીસી હોલ ઓફ ફેમ લિસા પહેલા પણ આઈપીએલમાં કોમેન્ટ્રી કરી ચુકી છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર રહેલ શ્રીકાંત તમિલમાં તો એમએસકે પ્રસાદ તેલુગૂમાં કોમેન્ટ્રી કરશે. ભારતીય ટીમના પૂર્વ સહાયક કોચ સંજય બાંગર હિન્દીમાં કોમેન્ટ્રી કરશે.
હિન્દીકોમેન્ટ્રીપેનલમાંસામેલનામ
આકાશ ચોપડા, ઇરફાન પઠાણ, આશીષ નેહરા, જતિન સપ્રૂ, નિખિલ ચોપડા, કિરણ મોરે, અજીત અગરકર અને સંજય બાંગર.
ડગઆઉટમાટેકોમેન્ટ્રેટરોનુંલિસ્ટ
ડીન જોન્સ, સ્કોટ સ્ટાયરિસ, બ્રાયન લારા, બ્રેટ લી અને ગ્રીમ સ્વાન