ગાંધી બાપુના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા લીરે લીરા હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે
જીલ્લા પોલીસ વડા ની પ્રોહીબીશેન, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળી કે ધાનેરા ના વિછીંવાડિ તરફ થી એક સ્કોર્પિયો ગાડી રમુણા તરફ આવે છે તેના આગળ એક જુના જેવી અલ્ટો ગાડી પાયલોટીંગ મા છે તેમા થી સ્કોર્પિયો ગાડી મા દારૂ ભરેલ છે અને અલ્ટો પાયલોટીંગ મા છે રમુણા ગામ મા નાકાબંધી કરતા ગાડીયો થરાદ ના ડુવાગામ તરફ ભગાડેલ જેનો પિછો કરતા ડુવા નજીક મામાજી ના મંદીર પાસે રોડ પર ગાડી યો મુકિ સ્કોર્પિયો ચાલક તેમજ અલ્ટો ચાલક અલગ અલગ દીસામા ભાગેલા તેમા સ્કોર્પિયો ચાલક ઓળખાયેલો તે દશરથભાઇ ડાયાજી ઠાકોર રહે.ડેડુડી તા.થરાદ વાળો હતો તથા સ્કોર્પિયો ગાડી Gj 12 ae1381માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1920/- કિ.રૂ.192000/- તથા સ્કોર્પિયો ગાડીની કિ.રૂ.3,00,000/- તથા અલ્ટો ગાડી ની કી.50000 તથા મોબાઈલ નંગ 01 કી રૂપિયા 5000/-મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.5,47,000/- નો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક તથા પાયલોટિંગ ના ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે વધુ તપાસ હાથ ધરી છે …