- વાવ ના માડકા ગામ ના ખેડૂતો લડી લેવાના મૂડ માં
- અમારે વરસાદી સીઝન માં અમારે દૂધ ભરાવા અને છોકરાઓ ને સ્કૂલ જવામાં ઘુંટણ સુધી પાણી માંથી પસાર થવું પડે છે
- સરપંચ શ્રી સૂચન અને ઠરાવ મુજબ કામો થતા નથી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા માડકા ગામ ફરી એક વાર ચર્ચા નું કેન્દ્ર બન્યું છે જેમાં માડકા ગામ ના ખેડૂતો રસ્તા બાબતે અનેક વાર ગામ ના સરપંચ મૌખિક રજુઆતો કરવા છતાં સરપંચ ની ઊંઘ ઊડતી નથી તેવું ગામ ના ખેડુતો કહી રહ્યા છે માડકા ગામ ના યુવા અગ્રણી હમીરભાઈ ચૌહાણ અમારી મીડિયા ટિમ ના પ્રતિનિધિ નો સંપર્ક કર્યો હતો ત્યારબાદ માડકા ગામ ની મુલાકાત લેતા ખેડુતો અને યુવા અગ્રણી દ્વારા જણાવામાં આવ્યું કે સૂચન અને ઠરાવ મુજબ કામો થતા નથી .છેલ્લા 2015 માં જે પુર ની તબાહી થઈ હતી જેમાં માડકા ગામ પણ સામેલ હતું.વધુમાં જણાવતા કહ્યું કે અમારે વરસાદી સીઝન માં અમારે દૂધ ભરાવા અને છોકરાઓ ને સ્કૂલ જવામાં ઘુંટણ સુધી પાણી માંથી પસાર થવું પડે છે તકલીફ પડતી હોઇ ગામ ના ચૌહાણ વાસ ખેડૂતો એ 100 ધરો નો ફાળો એકત્રિત કર્યો હતો જેમાંથી રોડ માં પુરાણ અને ત્યારબાદ પથ્થર નાખી જેવું કાચું કામ કરવામાં આવ્યું છે વધુ માં સરપંચ શ્રી ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે આ કાચા કામ પર RCC રોડ બનાવવા ની રજુઆત કરવા છતાં સરપંચ આંખ આડા કાન કરી નરી આખે જોઈ રહ્યા છે કહ્યાંરે બનશે આ રોડ જેવા અનેક સવાલો ત્યાંના ખેડૂતો અને યુવાઓ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે માડકા ગામ ના સરપંચ પતિ અને જિલ્લા ભાજપ ના પ્રમુખ નું હોમ ટાઉન છે જો કે આ બાબત ની ગંભીર નોંધલેવામાં નહીં આવે આવનાર વિધાનસભા ની ચૂંટણી માં પોતાના જ ગામ માં ગાબડું પડવાની ભીતિ સેવાઇ રહી છે.વિશેષ માં ખેડૂતો દ્વારાજણાવામાં આવ્યું કે આ રોડ નહીં બનાવામાં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે