યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા
ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત – બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવકાર્યો કરવામાં આવે છે જિલ્લામાં શહેર માં ગુજરાતની ઘણી બધી સરકારી કચેરીઓ માં લવ જેહાદ નાં કાયદાના અમલ માટે આં સંગઠન દ્વારા અરજીઓ કરવામાં આવી હતી અને આજે આં સંગઠનને સમસ્ત હિન્દુ સમાજ ને ન્યાય મળ્યો છેહિન્દુ સમાજનો વિજય થયો અને કેટલાંય સમય થી આં સંગઠ્ઠન દ્વારા કોરોના મહામારીમાં પણ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા, ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી હિન્દુ સમાજ ની સેવાને લગતા અનેક કર્યો થકી બહોળી લોકચાહના મેળવવામાં સફળ રહ્યું છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લીધો છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા)વિધેયક, 2021 વિધાનસભામાં પસાર કરીલવ જેહાદ ને નાથવા માટે વિધાનસભા ગૃહ માં વિધેયક પસાર કરવામાં આવ્યો હતો.હિંદુ સંગઠન ભારત બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા લેખરાજ ચાર રસ્તા પર આતશબાજી કરી મોં મીઠું કરાવી આ કાયદા ને વધાવ્યો હતો આ કાર્યક્રમમાં સંગઠનના જીલ્લાના મનોજભાઈ ઠાકોર, પૂજન જોશી, ડીસા શહેર પ્રમુખ હિતેશસિંહ રાજપૂત, ઉપપ્રમુખ ભરતભાઈ ખત્રી, મહામંત્રી ગોલ્ડનભાઈ ઠક્કર, મંત્રી કેતનભાઈ ચૌધરી મંત્રી દીપકભાઈ ચૌહાન અશ્વિનભાઈ મોદી, કલ્પેશભાઈ ભારથી પાર્થભાઇ વાઘેલા મીડિયા સેલમાં હર્ષદભાઈ પટેલ,પ્રશાંતભાઈ ભાટી, નટુભાઈ સોની,
ડો. વિજયભાઈ ઝવેરી, ચિરાગભાઈ પેન્ટર,નટવરજી ઠાકોર દિનેશભાઇ લોધા, કુલદીપભાઈ પરમાર કનુભાઈ ઠાકોર ભરતભાઈત્રિવેદી, અમિતભાઈ માલવી અશિષભાઇ શાહ,અશિષભાઇ પ્રજાપતિ, મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ ઉપસ્થીત રહ્યા હતા.