ભાભર નગરપાલિકા ચૂંટણી ને લઇ કોંગ્રેસ મેદાને,ભાજપના 25 કાર્યકરો જોડાયા કોંગ્રેસ માં

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ કુંકાવવા ની તૈયારી છે ત્યારે ભાભર નગરપાલિકાની ટર્મ પણ ફેબ્રુઆરી માસમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વિકાસભાઈ પૂજારાને નિમણુંક આપતા ભાભર વિસ્તારમાં કોંગ્રેસમાં નવી ચેતના ઉદ્દભવી હોય તેવું નગરજનો અનુભવી રહ્યા છે. ત્યારે ભાભરના ખાડિયા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને નવીન શહેર કોંગ્રેસ પ્રમુખ વિકાસભાઈ પૂજારાનો અભિવાદન/ સત્કાર સમારંભ યોજાયો હતો.

જેમાં જિલ્લાનું કોંગ્રેસ મોવડી મંડળે ખાસ હાજરી આપી હતી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર , દિયોદર ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા , રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, સહિત જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ પદાધિકારીઓ એ મંચ ઉપરથી ભાજપ શાસિત નગરપાલિકાના છેલ્લા પાંચ વર્ષના કામ ની તીખી આલોચના કરી હતી. જ્યારે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમારા શહેર પ્રમુખ વિકાસભાઈની આગેવાની હેઠળ નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી વિકાસભાઈ દ્વારા વિકાસકૂચ આગળ ધપાવવામાં આવશે…

કાર્યક્રમમાં દિનેશભાઈ ગઢવી બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ગેનીબેન ઠાકોર વાવ ધારાસભ્ય
રઘુભાઈ રબારી રાધનપુર ધારાસભ્ય આ કાર્યક્રમમાં શીવાભાઈ ભુરિયા દિયોદર ધારાસભ્ય ગિરિરાજસિંહ સરપંચ દિયોદર.ડો.ગણેશભાઈ પટેલ .ડો બીપીનભાઈ પુજારા વાવ કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ ઠાકરસીભાઈ રબારી.મહેશસિંહ રાઠોડ હુકમસિંહ રાઠોડ . ભાભર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ વશરામજી ઠાકોર ચાત્રા સિદ્ધરાજસિંહ રાઠોડ ભાભર વનાભાઈ માળી .રહેમાનભાઈ ઘાંચી સહિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો , નગરજનો તેમજ વહેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ 25 જેટલા યુવાનો કોંગ્રેસ માં જોડાતાં કોંગ્રેસ માં નવીન પ્રાણ પુરાયો છે. નવીન પ્રમુખે તમામ સમાજો ને સાથે લઈને ચાલવાની તેમજ નાનાં માં નાનાં માણસ નાં પ્રશ્ર્નો ને વાચા આપવાની ખાતરી આપી હતી

કોણ કોણ ભાજપ માંથી છેડો ફાડયો..

1..રાઠોડ સિદ્ધરાજસિંહ કકલસિંહ
2..સહાયતા.. લલિતભાઇ ભગવાનલાલ

3..ઠક્કર અનિલભાઈ વજેરામભાઈ

4..માંળી વનાભાઈ રત્નાભાઈ ઠક્કર રાજેશકુમાર બી…

5..ઠકકર કે પી
6..ઠકકર રમેશભાઈ ધનજીભાઈ

7..ઠકકર સંજયકુમાર મનસુખલાલ

8..સોની દીપકભાઈ અમીરામભાઈ
9..સોની કમલેશભાઈ અમીરામભાઈ

10..પરમાર દિલીપભાઈ વીરચંદભાઈ .

11..ઠકકર દશરથ કુમાર મફતલાલ..

12..ઠાકોર શિવાજી ધારસીજી
13..ઠાકોર રાયચંદજી ચાંદાજી

14.સોની ભૂપતજી નવાભાઈ
15..સોની ઇન્દુબેન ભાભર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *